
‘આફ્રિકામાં આઇ.વી.એફની ટ્રીટમેન્ટ તો થાય છે પણ ત્યાં સુરતનાં ડોક્ટર જેવી હૂંફ મળતી નથી અને આ હૂંફ મેળવવા માટે અમે ખાસ મોઝામ્બિકથી સુરત આવ્યા છીએ.’ મોઝામ્બિકથી આઇ.વી. એફ ટ્રીટમેન્ટ માટે સુરત આવેલા લુઇસએ આ વાત સિટી ભાસ્કર સાથે શેર કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પર નજર કરીએ તો આફ્રિકાના લોકો આઇવીએફ ટ્રીટમેન્ટ માટે સુરતની પસંદગી કરે છે. આ જોતા કહી શકાય છે સુરતમાં મેડિકલ ટુરિઝમ ડેવલપ થઇ રહ્યું છે. આફ્રિકા ખંડનાં મોઝામ્બિક જેવા દેશોમાં સુરતનાં ગાઇનેકોલોજીસ્ટ ડો.રૂપલ શાહ, ડો.પ્રફૂલ દોશી અને ડો.મિત્ષુ દોશીની મદદ દ્વારા અત્યાર સુધીમાં 15 નિસંતાન દંપતિઓની સફળતાપૂર્વક ટ્રીટમેન્ટ કરી છે. દર વર્ષે 14થી વધારે કપલ્સ આઇ.વી. એફ ટ્રીટમેન્ટ માટે સુરત આવી રહ્યા છે. આ વિશે વાત કરતા ડો.રૂપલ શાહ કહે છે કે ‘સુરત અને બીજા મેટ્રો શહેરોમાં ટેકનોલોજી સરખી જ છે અને છતાં આફ્રિકા ખંડ અને મોઝામ્બિક જેવા દેશોથી કપલ્સ 38 કલાકની મુસાફરી કરીને આઇ.વી. એફ ટ્રીટમેન્ટ માટે સુરત આવે છે અને સુરતમાં બેથી ત્રણ મહિના રહે પણ છે. આ પેશન્ટ્સને લેંગ્વેજ પ્રોબ્લેમની સાથે ખાવાની તકલીફ પણ પડતી હોય છે. સુરતનાં ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા હવે મેડિકલ માટે ખાસ ટુરિસ્ટ પેકેજ ડિઝાઇન કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ માટે સુરત આવતા પેશન્ટ્સને રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
આ કારણે વિદેશીઓ ટ્રીટમેન્ટ માટે સુરતને પસંદ કરે છ
ડો.મિત્ષુ દોશી કહે છે કે ‘સુરત અને અન્ય મેટ્રો સિટીની ટ્રીટમેન્ટ અને ટેકનોલોજી સરખાં જ હોય છે- ફર્ક પડે છે તો ડોક્ટર દ્વારા અપાતા પર્સનલ સમય અને કાળજીનો..! બીજી જગ્યાએ મોટેભાગે કાઉન્સેલર કે સ્ટાફ પેશન્ટ સાથે વાત કરતો હોય છે જ્યારે અમે જાતે જ પર્સનલ કેર સાથે પેશન્ટ સાથે વાત કરીએ છીએ. આ કારણે પેશન્ટ જલ્દીથી કનેક્ટ થઇ જાય છે અને ત્રણ દિવસની જર્ની કરીને પણ ટ્રીટમેન્ટ માટે ખાસ સુરત આવે છે. મોડી ઉંમર સુધી અથવા તો સરળતાથી સંતાન નહીં થતું હોય ત્યારે પેશન્ટ માનસિક રીતે વિખેરાઇ ગયું હોય છે. આવા સમયે જો ડોક્ટર દ્વારા એને સમજાવવામાં આવે તો એની પોઝિટીવ અસર એની ટ્રીટમેન્ટ પર અને ટ્રીટમેન્ટ દરમિયાન એનાં દ્વારા મળતા રિસ્પોન્સ પર પણ પડે છે. અમે ભારતની બહારથી આવતા પેશન્ટ માટે રેગ્યુલર ગેટ ટુ ગેધરની વ્યવસ્થા પણ કરીએ છીએ.
સુરતના ટ્રાવેલ એજન્ટ્સે મેડિકલ માટે ખાસ ટુરિસ્ટ પેકેજ ડિઝાઇન કર્ય ા
વિદેશની આવતા કપલ્સ માટે સુરતના ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા વિવિધ પેકેજ આપવામાં આવે છે. આ પેકેજમાં રહેવા- જમવાની સગવડથી લઇને ગાઇડ સુધીની મદદ કરવામાં આવે છે. મોટા ભાગના કપલ બે થી ત્રણ મહિના સુધી સુરતમાં રહે છે અને આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવે છે.
સુરત જેવી હૂંફ બીજે ક્યાંય નથી
આઇ.વી.એફ ટ્રીટમેન્ટ માટે છેલ્લા બે મહિનાથી સુરત રહેતા ક્લારા કહે છે કે, ‘મેં મોઝામ્બિકમાં ટ્રીટમેન્ટલીધી પણ મને સફળતા મળી નહીં. મારી એક મિત્ર દ્વારા મને ખબર પડી કે સુરત ટ્રીટમેન્ટ કરાવીએ તો સફળતા મળે છે એટલે એની ગાઇડલાઇન લઇને હું સુરત આવી. અહીંયા ડોક્ટરની જે હૂંફ મળે છે એવી હૂંફ બીજે મળતી નથી - ક્લારા, મોઝામ્બિકના રહેવાસી
દોઢ મહિનાથી સુરતમાં રહું છ
38 વર્ષની જેનીસીસ કહે છે કે ‘અમે બે વર્ષથી લીવ ઇનમાં રહીએ છીએ. હવે અમને બાળક જોઇએ છીએ. મોઝેમ્બિકમાં કોશિશ કરી પણ નિષ્ફળતા મળી. એ વખતે અમને સુરત સુરત જવા અંગે સલાહ આપવામાં આવી અને અમે ટ્રીટમેન્ટ માટે સુરત આવ્યા છીએ. દોઢ મહિનાથી સુરતમાં રહીએ છીએ.-જેનીસીસ, મોઝામ્બિકના રહેવાસી